Type of cyber crime | સાયબર ક્રાઈમના પ્રકારો

Types of cyber crime

AI આધારિત સાયબર ક્રાઈમ હાલમાં જ AI વધુ પ્રચલિત બન્યું છે જેનાં લાભાલાભ સામે આવે છે. હાલમાં AIની મદદથી ફેસ સ્વેપીંગ દ્વારા ખાસ લોકોનાં બનાવટી ફોટો અને વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવે છે. જેમાં ડિપફેક પ્રચલિત છે.સાઇબર ક્રાઈમ એ આવા ગુનાને કહેવાય છે જેમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, અથવા ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને અનિયમિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આમાં Type of cyber crime જેમ કે હેકિંગ, ડેટા ચોરી, ઑનલાઇન ઠગાઈ, સામાજિક માધ્યમો પર છેતરપિંડી, અને અન્ય ડિજિટલ ધોકાબાજી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

સાયબર ક્રાઈમના પ્રકારો
અંદાજીત 24 થી વધુ
તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
1930
https://cybercrime.gov.in/

હેકિંગ (Hacking)

હેકિંગ દ્વારા કોઇ વ્યક્તિ તમારી જાણ બહાર તમારી અંગત માહિતી તમારા કમ્પ્યૂટર કે મૉબાઇલમાંથી ચોરી લે છે. આ માહિતીનો ઉપયોગ તે તમને નુકશાન પહોંચાડવા અથવા માહિતી અન્યને વેચવા માટે કરે છે. આ ઉપરાંત હેકર સોશિઅલ મીડિયા એકાઉન્ટને પણ સૉફ્ટવેરની મદદથી હેક કરી શકે છે.

આ પોસ્ટ પણ વાચો : Drone Pilot Training Course

Phishing (બનાવટી લિંક)

Click button template

આ પ્રકારનાં સાયબર ક્રાઈમમાં ઈ-કોમર્સના નામવાળી અથવા સરકારી યોજનાઓનાં નામને મળતી આવતી લિંક (URL) બનાવવામાં આવે છે અને તેને સોશિઅલ મીડિયા અને અલગ અલગ મેસેંજર એપ મારફત મોકલવામાં આવે છે. આવી લિંકની ખરાઇ કર્યા સિવાય લાલચમાં આવીને કોઇ લિંક ખોલે છે તો ડિવાઇસમાં રહેલ અંગત માહિતી અને ડેટા શેર થઇ શકે છે અને માહિતીનો દુરૂપયોગ કરવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાચો : GPSC Recruitment 2024

સાયબરબુલીંગ (Cyberbullying)

German Project Explores Youth Perceptions of Online Communication Stress and Coping Strategies – CO:RE Knowledge Base

જ્યારે કોઈ કિશોર કે કિશોરી ઈન્ટરનેટ, ફોન, ચેટરૂમ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ અથવા અન્ય કોઈપણ સોશિઅલ નેટવર્કના ઉપયોગથી કોઈને હેરાન કરે છે, બદનામ કરે છે અથવા ડરાવી દે છે ત્યારે તે વ્યક્તિ સાયબરબુલીંગનો ગુનો કરી રહી હોવાનું કહેવાય છે. જ્યારે તે જ ગુનો પુખ્તો દ્વારા કરવામાં આવે છે ત્યારે તેને સાયબરસ્ટોકિંગ તરીકે ઓળખવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાચો : જવાહર નવોદય વિદ્યાલય (JNVs) પ્રવેશ

ઓળખની ચોરી (Identity Theft)

જ્યારે કોઈ વ્યક્તિની વ્યક્તિગત માહિતી તેમના નાણાકીય સંસાધનોનો ઉપયોગ કરવાના હેતુથી અથવા તેમના નામે લોન અથવા ક્રેડિટ કાર્ડ લેવાના હેતુથી ચોરી કરવામાં આવે છે, ત્યારે આવા ગુનાને ઓળખની ચોરી તરીકે ઓળખવામાં આવે છે.

ડેટાની ચોરી (Data Theft)

SCAMS on going on Twitter Article Website

કોઇપણ વ્યક્તિનો, સંસ્થાનો, પ્રાઇવેટ કંપની કે સરકારી એકમોનો મહત્ત્વનો ડિજિટલ ડેટા વૅબસાઇટ, કમ્પ્યૂટર પેનડ્રાઇવ કે ઇ-મેઇલના માધ્યમથી ચોરી કરવામાં આવે છે, જેને ડેટાની ચોરી તરીકે ઓળખવામાં આવે છે.

સોશિઅલ મીડિયા ફ્રોડ(Social Media Fraud)

Stopping mobile ad fraud

 હાલના યુગમાં સોશિઅલ મીડિયાનો ઉપયોગ ખૂ બ જ વધી ગયો છે. કોઇ વ્યક્તિ વેપાર, મનોરંજન, વાતચીત કરવા માટે, તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે અલગ અલગ સોશિઅલ મીડિયા દ્વારા સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે 110 પરંતુ ઘણા લોકો અન્ય વ્યક્તિના નામે બનાવટી પ્રોફાઇલ બનાવે છે અથવા અન્ય કોઇ વ્યક્તિનું પ્રોફાઇલ પેજ હેક કરી અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરે છે. આ ઉપરાંત બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી, બનાવટી ન્યુઝ કે ખોટી અફવા ફેલાવવી, ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવા જેવી ગુનાઇત પ્રવૃત્તિ કરે છે. આવી પ્રવૃત્તિઓ સોશિઅલ મીડિયા ફ્રોડ ગણાય છે.

અમારી ફ્રી WhatsApp ચેનલમાં જોડાઓ અહીં જોડાઓ

માલવેર / રેન્સમવેર (Malware / Rensomware )

આ સોફ્ટવેર આપમેળે જ ઈન્ટરનેટ અને ઈ-મેઈલના માધ્યમથી તમારા કમ્પ્યૂ ટમાં આવી જાય છે, જેના કારણે તમારા કમ્પ્યૂટી તમામ ફાઇલો Encrypt થઇ જાય છે. આ વાઈરસ તમારી સિસ્ટમની અમુક ફાઇલ કે ફોલ્ડર, જે તમે રોજ ઉપયોગ કરતા હોય, તે શોધે છે. તે કમ્પ્યૂ ટમાં વારંવાર ઉપયોગમાં લેવાયેલ ફાઇલ અને છેલ્લે સુધારેલ ફાઇલ શોધે છે અને આ ફાઇલનું ફોર્મેટ બદલી નાખે છે. આ કારણે જ્યારે તમે તે ફાઇલ કે ફોલ્ડર ફરીથી ખોલવા જાઓ ત્યારે ખોલી શકતા નથી, ઘણા કિસ્સાઓમાં ઉપયોગકર્તા પોતાની ફાઇલ/ફોલ્ડર શોધી પણ શકતા નથી. આની પાછળનું કારણ છે આ Malware/Ransomware વાઇરસ.  Malware/Ransomware વાઇરસની કોઇ એક પેટર્ન નથી. તે અલગ-અલગ સર્વરથી અલગ- અલગ લિંકથી તમારી સિસ્ટમ, સર્વર કે ડિવાઇસ પર હાવી થઇ શકે છે.

 

સાયબર ટેરરીઝમ (Cyberterrorism)

જ્યારે પણ કોઈ વ્યક્તિ, સંસ્થા કે જૂથ દ્વારા કોઇપણ રીતે કોઈપણ પ્રકારના નુકસાનની ધમકી આપવામાં આવે છે ત્યારે તેને સાયબર ટેરરીઝમના ગુના તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે, તેમાં સરકાર અને કોર્પોરેટ કમ્પ્યૂટર સિસ્ટમ પર સુનિયોજિત હુમલાની વ્યૂહરચનાખોનો સમાવેશ થાય છે.

SIM સ્વેપ/ક્લોનિંગ ફ્રોડ

આ પ્રકારનાં ફ્રોડમાં SIMનાં જનરેશન અપગ્રેડ કરવા માટે કોલ કરવામાં આવે છે. જેમકે 3Gમાંથી 4G/ 5G વગેરે. આ રીતે ફોનમાં આવેલ OTP મેળવવામાં આવે છે અને ફોનમાં રહેલી આપની અંગત માહિતી મેળવીને છેતરપિંડી આચરવામાં આવે છે.

અનવેરીફાઇડ મૉબાઇલ ઍપ્લિકેશન ફ્રોડ

આ પ્રકારનાં ફ્રોડમાં સોશિઅલ મીડિયા ઍપ્લિકેશન દ્વારા કે મેસેન્જર દ્વારા કોઈ એપ્લિકેશનની લિંક મોકલવામાં આવે છે અથવા કોઇ એપ ફાઇલ મોકલવામાં આવે છે. આ લિંક કે એપ આપણને સાચી લાગતી હોય, પરંતુ તે બનાવટી હોય છે અને જેની મદદથી આ બનાવટી એપ ઇન્સ્ટોલ કરતાં આપની ડિજિટલ ડિવાઇસનો એક્સેસ અજાણી વ્યક્તિ પાસે આવી જાય છે અને ડિવાઇસમાં રહેલી અંગત તથા અન્ય મહત્ત્વની માહિતીનો દુરૂપયોગ થઇ શકે છે અને આર્થિક નુકસાન પણ થઇ શકે છે.

ઓનલાઇન ડેબિટ / ક્રેડિટ કાર્ડ ફ્રોડ

તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડના OTP આયોજનપૂર્વક મેળવીને તેના માધ્યમથી આપના બેંક ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવે છે. કોઇ વ્યક્તિ ફોન ઉપર બેંક મેનેજર / કર્મચારી કે RBIના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને વિશ્વાસ કેળવી આપના મૉબાઇલ ફોન પર આવેલા OTP ઉપરાંત ડેબિટ ક્રેડિટ કાર્ડની મહત્ત્વની માહિતી મેળવી આપના ખાતામાં થી રકમ ઉપાડી લેવામાં આવે છે.

તાત્કાલીક લોન ફ્રોડ

સત્વરે ઓનલાઇન લોનનું પ્રલોભન આપીને વ્યક્તિગત દસ્તાવેજો મંગાવવામાં છે જેમ કે આધારકાર્ડ, પાનકાર્ડ અને બેન્ક ખાતાની વિગતો ત્યારબાદ લોન મંજૂર કરવાની ફી પેટે નાણા અથવા આપના કાર્ડના ઓટીપી માંગીને નાણાકીય ગેરરીતિ આચરવામાં આવે છે. આવી ઘણી બધી ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે છતાં દરરોજ નવી ઍપ્લિકેશન બનાવીને આ મુજબ ગેરરીતિ આચરવામાં આવે છે.

ઓનલાઇન શોપિંગ ફ્રોડ

આ પ્રકારનાં સાયબર ક્રાઈમનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. આ પ્રકારના ક્રાઈમમાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલ પ્રોડક્ટ ખરીદવા માટે તૈયારી બતાવે છે અને તેમાં પ્રોડક્ટ ખરીદવા માટે નાણાં ચૂકવવાને બદલે પેમેન્ટનાં Request Money લિંકનો ઉપયોગ કરે છે આમ કરવાથી પૈસા આપના એકાઉન્ટમાંથી ખરીદી કરનારના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે. આ રીતે ફ્રોડ કરવામાં આવે છે.

લોટરી / ઇનામ ફ્રોડ

આ પ્રકારના ફોડમાં આપને SMS કે ઇ-મેઇલ દ્વારા લોટરી કે ઇનામ લાગેલ છે તેમ જાણ કરવામાં આવે છે. ત્યારબાદ ઈનામ મેળવવા માટે આપની પાસે અમુક રકમની માંગણી કરવામાં આવે છે ત્યારબાદ ઇનામની રકમ મળશે તેમ જણાવી નાણાં પડાવી લેવામાં આવે છે અને આ રીતે ગેરરીતિ આચરવામાં આવે છે.

કસ્ટમરકેર ફ્રોડ

સાયબર ક્રાઇમના પ્રકારોમાંથી(Types of cyber crime) આ ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો છે

કોઇ વ્યક્તિ ઈન્ટરનેટ પરથી ખરાઇ કર્યા વગર બેંક, ઇન્સ્યોરન્સ કંપની કે આધાર સેન્ટરનો કસ્ટમરકેર નંબર મેળવે છે. આ નંબર પર સંપર્ક કરતાં આપની બેંકની વિગતો મેળવવામાં આવે છે. વ્યક્તિ વિશ્વાસ કરીને તમામ વિગતો આપી દે છે અને છેતરપિંડીનો શિકાર બને છે.

નોકરી સંબંધિત ફ્રોડ

નોકરી સંબંધિત ફ્રોડમાં નોકરી માટે ઓનલાઇન અરજી કરેલ વ્યક્તિની વિગતો મેળવીને તેમને ઇ-મેઇલ મારફતે નોકરી માટેની વિગતો મોકલવામાં આવે છે અને જેના પ્રોસેસિંગ ચાર્જ તરીકે રકમ પડાવવામાં આવે છે. આ રીતે વ્યક્તિ આર્થિક નુકશાનનો ભોગ બનતા હોય છે.

મેટ્રીમોનીયલ ફ્રોડ

આજકાલ લગ્નોત્સુક યુવક- યુવતીઓ લગ્ન માટે અલગ અલગ મેટ્રીમોનીયલ વૅબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. જેમાં તેમની અંગત માહિતી સામેલ હોય છે. આ માહિતી તેઓને વિશ્વાસમાં લઇને કોઇપણ સોશિઅલ મીડિયાના માધ્યમથી મેળવીને તેઓ પાસેથી નાણાં પડાવવાની કોશિશ કરવામાં આવે છે.

ફેક કોલ (Phishing Call) ફ્રોડ

આ પ્રકારનાં સાયબર ક્રાઈમ અતિ પ્રચલિત છે. આ પ્રકારમાં ફોન કરનાર પોતાની ઓળખ બેંકનાં કર્મચારી, ઇન્શ્યોરન્સ એજન્ટ, સરકારી કર્મચારી, બેંકનાં એક્ઝિક્યુટિવ અથવા કસ્ટમરકેર એક્ઝિક્યુટિવ તરીકેની આપીને વ્યક્તિગત માહિતી જેમ કે આધાર કાર્ડ નંબર જન્મ તારીખ, બેંક એકાઉન્ટ નંબર વગેરે જેવી વિગતો વેરિફિકેશનનાં નામે માંગે છે અને ન આપી શકવાનાં કિસ્સામાં બેંક ખાતું / ક્રેડિટ-ડેબિટ કાર્ડ બંધ કરવાની ધમકી પણ આપે છે અને અમુક કિસ્સામાં OTP નહીં આપો તો ફોન બંધ થશે વગેરે જેવી ધમકી પણ આપવામાં આવે છે.

રિમોટ એક્સેસ / સ્ક્રિન શેરીંગ એપ ફ્રોડ

આ પ્રકારનાં ફ્રોડમાં એવા ઍપ્લિકેશન વાપરવામાં આવે છે કે જેની મદદથી તમે બીજા વ્યક્તિની ડિજિટલ ડિવાઇસનો એક્સેસ મેળવી શકો છો. આવા એપ્લિકેશનની મદદથી તમારા ડિવાઇસ સાથે જોડાઇને તેનો સંપૂર્ણ એક્સેસ મેળવે છે. જેનાથી તમારી ડિજિટલ ડિવાઇસની તમામ અંગત માહિતી મેળવીને તમારી વિવિધ એપ્લિકેશનના ઉપયોગથી નાણાંકીય ગેરરીતિ આચરે છે.

કોપીરાઇટ ફ્રોડ (Copyright)

ઈન્ટરનેટ પર મૂકવામાં આવતી તમારી વિવિધ માહિતી તથા ડેટાને તમો આ કાર્યને કોપીરાઇટ કરીને તમે તમારા કાર્યના ઉપયોગને પ્રતિબંધિત કરી શકો છો તમારી પરવાનગી વિના તમારી કોપીરાઇટ માહિતીનો ઉપયોગ એ સજાપાત્ર ગુનો છે.

ન્યુડ વિડીયો કોલીંગ (SEXORTION) ફ્રોડ

આ પ્રકારનાં ક્રાઈમમાં વિડીયો કોલીંગ સુવિધાવાળી એપ્લિકેશનના માધ્યમથી કોલ કરવામાં આવે છે. શરૂઆતમાં માત્ર ઔપચારિક ચેટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ આ ઓનલાઇન રિલેશનશીપમાં વિડીયો કોલ ઉમેરાય છે અને ત્યારબાદ વિશ્વાસ કેળવીને વિડીયો કોલ દરમિયાન ન્યુડીટી ઉમેરાય છે. આ પ્રકારનાં વિડીયોનું કોલ દરમિયાન રેકોર્ડિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયોને વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે અને વાયરલ થતાં અટકાવવા નાણાકીય માંગણી કરવામાં આવે છે

AI આધારિત સાયબર ક્રાઈમ

હાલમાં જ AI વધુ પ્રચલિત બન્યું છે જેનાં લાભાલાભ સામે આવે છે. હાલમાં AIની મદદથી ફેસ સ્વેપીંગ દ્વારા ખાસ લોકોનાં બનાવટી ફોટો અને વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવે છે. જેમાં ડિપફેક પ્રચલિત છે.

પજવણી અને પીછો ‍| Harassment and stalking

ઈન્ટરનેટ પર કોઇને હેરાન કરવાના ઇરાદાથી તેની ઇચ્છા વિરુદ્ધ વારંવાર તેને ઇ-મેઇલ અથવા મેસેજ મોકલવામાં આવે છે. આ પ્રકારના વર્તનવ્યવહારને સાયબર સ્ટૉકિંગ કહે છે. સાયબર કાયદો પીડિતોને રક્ષણ આપે છે અને આ ગુના માટે ગુનેગાર સામે કાર્યવાહી કરવાની જોગવાઈ પણ છે.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી

બાળકોને લાલચ આપી તેમના અશ્લીલ ફોટા, વિડીયો બનાવી તેને સોશિઅલ મીડિયા પર અપલોડ કરવા, ડાઉનલોડ કરવા કે શેર કરવા કે અન્ય મારફત આ પ્રવૃત્તિ કરાવવી એ ગંભીર અપરાધ બને છે અને તે માટે જેલ તથા દંડની પણ જોગવાઇ છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

1. ભારતમાં સાયબર ક્રાઇમ કેવી રીતે રિપોર્ટ કરી શકાય?

તમે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) પર cybercrime.gov.in પર જઈને સાયબર ક્રાઇમ રિપોર્ટ કરી શકો છો. તમે નેશનલ હેલ્પલાઇન 1930 પર કૉલ કરીને નાણાકીય સાયબર છેતરપિંડીની ફરિયાદ કરી શકો છો, અને પછી ફરિયાદને ઓનલાઇન પૂર્ણ કરી શકો છો.

2. સાયબર ક્રાઇમ શું છે?

સાયબર ક્રાઇમ એ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરવી છે, જેમ કે છેતરપિંડી, ચોરી, ખોટા દસ્તાવેજો બનાવવા, બદનામી કરવી, અને દુષ્ટ પ્રવૃત્તિઓ.

3. સાયબર ક્રાઇમના કેટલાક ઉદાહરણો કયા છે?

સાયબર ક્રાઇમમાં નાણાકીય છેતરપિંડી, ઓનલાઈન વ્યવહાર છેતરપિંડી, સ્ત્રીઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ, અને ડીપ ફેક કન્ટેન્ટ સામેલ છે.

4. સાયબર ક્રાઇમથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય?

તમારા સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ રાખો જેથી નવીનતમ સુરક્ષા પેચથી લાભ મેળવી શકો.

Leave a Comment

You may also like

COH Gujarat Staff Nurse Recruitment 2024

COH Gujarat Staff Nurse Recruitment 2024

RRB Technician Recruitment 2024

RRB Technician Recruitment 2024

NSPCL Recruitment 2024

NSPCL Recruitment 2024

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp