શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી Distance Learning

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી Distance Learning

વેરાવળ, પોરબંદરમાં સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી Distance Learning ના વિવિધ કોર્સીસ પ્રદાન કરે છે જેમ કે જ્યોતિષ, કર્મકાંડ, મંદિર વ્યવસ્થાપન, સંસ્કૃત ભાષા, વાસ્તુશાસ્ત્ર, વૈદિક ગણિત, અને યોગમાં ડિપ્લોમા. આ કોર્સીસ તમામને સ્થાન, સમય અને વયની મર્યાદાઓથી મુક્ત કરી તેમની ગતિએ અભ્યાસ કરવાની સુવિધા આપે છે. આ અભ્યાસક્રમો આધુનિક શૈક્ષણિક જરૂરિયાતોને પૂરી પાડવા સાથે પરંપરાગત જ્ઞાન જાળવી રાખવા માટે રચાયેલ છે. યુનિવર્સિટી તમામ જાતિના લોકો માટે ઉચ્ચ શિક્ષણને સુલભ બનાવવા માટે પ્રયત્નશીલ છે, બૌદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક, અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. યુનિવર્સિટી દૂરસ્થ શિક્ષણને પ્રોત્સાહન આપી રાજ્યના શૈક્ષણિક માળખાનું સમર્થન કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં સમર્પિત નાગરિકોનું નિર્માણ એ વિશ્વવિદ્યાલયનો મૂળ મંત્ર છે.

Shree Somnath Sanskrit University
Distance Learning
7
one year
Diploma
10th pass, 12th pass or any graduation
Apply Online
August 24, 2024

દુરવર્તી શિક્ષણની વિશેષતાઓ

  • તકનાં અભાવે કે આર્થિક, સામાજિક કે કોઈપણ સંજોગનાં કારણે જેમનો અભ્યાસ અધુરો રહી ગયો હોય તેમને ઘરે બેઠાં અભ્યાસ કરવાની અનુકૂળતા.
  • શ્રમિક અને ગૃહિણીઓનો એક વર્ગ પોતાની શૈક્ષણિક લાયકાતમાં અભિવૃદ્ધિ કરવા ઈચ્છે છે તેમને તેમનાં અનુકૂળ સમયે અભ્યાસની તકો.
  • નોકરી-વ્યવસાયમાં પ્રવૃત્ત, અંતરિયાળ ગ્રામવિસ્તારનાં ઉચ્ચશિક્ષણથી વંચિત જનસમુદાય માટે અભ્યાસની તકો.
  • સરકારી નોકરીમાં પણ માન્ય અભ્યાસક્રમ.
  • જ્ઞાનનો સ્રોત સૌ માટે સમાન, સહજ અને સરલ.
  • ઓછા સમય અને સંસાધનોમાં ઉચ્ચ શિક્ષણ.
  • બહુ-આયામી (Multi-faceted) દૂરસ્થ શિક્ષણ પ્રણાલી
  • સમાજનાં વ્યવસાયિક લોકોનાં કૌશલ્યનો વિકાસ કરવો.
  • અભ્યાસક્રમનું મટિરિયલ સોફ્ટ કોપીમાં અને વિડીયો લેક્ચર.

આ પોસ્ટ પણ વાચો : LIC HFL Junior Assistant Recruitment 2024

અરજી પ્રક્રિયા:

  • શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સાઇટ પર SIGN UP કર્યા બાદ જ વિદ્યાર્થીઓ Distance Learning ડીપ્લોમાનાં વિવિધ અભ્યાસક્રમો માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
  • પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મમાં માહિતી સમજી વિચારીને કાળજીપૂર્વક ભરી સંપૂર્ણ ચકાસણી કરીને જ સબમિટ કરવું.
  • વિદ્યાર્થીએ પોતાનો જ મોબાઈલ નંબર તથા E-Mail આપવો.
  • દરેક વિદ્યાર્થીએ પોતાનાં આઇડી અને પાસવર્ડ યાદ રાખવો.
  • વિદ્યાર્થીએ રેડ માર્ક (*) કરેલ ફિલ્ડની વિગતો અને ડોક્યુમેન્ટસ ફરજિયાત અપલોડ કરવાના રહેશે.
  •  ધોરણ-૧૨ ની માર્કશીટ પ્રમાણેનું નામ પ્રવેશ ફોર્મમાં દર્શાવવાનું રહેશે.
  • વિદ્યાર્થી પોતાની સંપૂર્ણ વિગતો અંગ્રેજી(કેપિટલ) માં જ ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ પસંદ કરેલ નિયત પરીક્ષા કેન્દ્ર કોઈપણ સંજોગમાં બદલી શકાશે નહીં.
  • વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે સ્કેન કર્યા પછી તેમના દરેક દસ્તાવેજોની અસલ કોપી તેમજ ફોટોગ્રાફ અને હસ્તાક્ષર વગેરે અપલોડ કરવા જરૂરી છે.
  • વિદ્યાર્થીએ ‘Print Form’ આપતા પહેલાં તમામ વિગતો ચેક કરવાની રહેશે. જો ફોર્મમાં સુધારો કે ક્ષતિ જણાય તો નીચે આપેલ ‘Edit Option’ પર ક્લીક કરી સુધારો કરવાનો રહેશે. વિદ્યાર્થીએ ત્યારબાદ ‘Final-Submission’ બટન પર ક્લીક કરવાનું રહેશે. એકવાર ફોર્મ કન્ફર્મ કર્યા પછી સુધારા વધારા અંગેની કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
  • ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ યુનિવર્સિટી ખાતે ભરેલ ફોર્મની પ્રિન્ટ તથા જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે.
  • નિયત કરેલ ફી રૂ.૩૪૫૦/- ઓનલાઇન ભરવાની રહેશે.
  • દૂરવર્તી ડીપ્લોમાં અભ્યાસક્રમમાં ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે તો યુનિવર્સિટીનાં હેલ્પ લાઇન નંબર ૦૨૮૭૬-૨૪૪૫૩૨ અથવા ઈમેલ distancrsssu@gmail.com નો સંપર્ક કરી શકે છે.

Important Dates | મહત્વપૂર્ણ તારીખો

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઉમેદવારોએ Distance Learning- 2024ના પ્રવેશ માટે નીચેની મહત્વપૂર્ણ તારીખોની નોંધ લેવી જોઈએ. મહત્વપૂર્ણ તારીખો બદલાઈ શકે છે. વૈકલ્પિક અથવા વધારાની તારીખો હોઈ શકે છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સાઇટની મુલાકાત લેવી.

EventsDates
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ24/07/2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ24/08/2024

જરૂરી દસ્તાવેજો

  • સ્કુલ લીવીંગ સર્ટિફીકેટની સ્વપ્રમાણિત નકલ (LC) ધોરણ ૧૨
  • ધોરણ-૧૨ ની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ (તમામ પ્રયાસ)
  • છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ (લાગું પડતું હોય તો)
  • નામમાં ફેરફાર હોય તો તે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ નામની સ્વપ્રમાણિત નકલ
  • આપનો તાજેતરનો ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે.

નીચે દર્શાવ્યા મુજબનાં ફોર્મ રદ કરવામાં આવશે.

  • ફોર્મ ફેક્સથી અથવા ઈ-મેઇલ થી મોકલેલ હશે.
  • અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ કે સહી અપલોડ કરેલ ન હોય
  • વિદ્યાર્થીએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્ર અધૂરા અથવા ખૂટતાં હોય.
  • જરૂરી પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ અસ્પષ્ટ અને ન વાંચી શકાય તેવી હોય.
  • નિયત સમયમર્યાદા બાદ ફોર્મ પ્રાપ્ત થયેલ હશે.
  • ફોર્મ સાથે પુરેપુરી ફી રૂ. ૩૪૫૦/- ભરેલ ન હોય.
  • માહિતી ખોટી કે અધુરી હશે.
  • જે વિદ્યાર્થી અધૂરા અથવા વાંચી ન શકાય તેવા પ્રમાણપત્રો(ડોક્યુમેન્ટ) અપલોડ કરશે અથવા યુનિવર્સિટીમાં જમા કરાવશે તો પ્રવેશ પાત્ર રહેશે નહી.
  • જો ઉપરોક્ત કોઈ વિગતે પ્રવેશ રદ ગણાશે તો વિદ્યાર્થીએ ભરેલ પ્રવેશ ફી રૂ. ૩૪૫૦/- પરત મળવા પાત્ર રહેશે નહીં. જેની ખાસ નોંધ લેવી.

Important Links

તમે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પ્રવેશ Distance Learning-2024 માટે અરજી કરવા માટેની તમામ મહત્વપૂર્ણ લિંક્સ અહીં મેળવી શકો છો. અમે ઉમેદવારોને સલાહ આપીએ છીએ કે તમારે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઓનલાઈન ફોર્મ  ભરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવી આવશ્યક છે.

ParticularsLinks
ઓનલાઈન અરજી કરોક્લિક કરો અહીં
સત્તાવાર સૂચના ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
અમારી ફ્રી WhatsApp ચેનલમાં જોડાઓઅહીં જોડાઓ

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

Leave a Comment

You may also like

Indian Overseas Bank Apprentice Recruitment 2024

Indian Overseas Bank Apprentice Recruitment 2024

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024

GTU recruitment 2024

GTU recruitment 2024

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp