વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024

વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024 ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના નાગરિકો માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કન્યાઓ માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે. જેમાં, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે સમાવેશ થાય છે. ગુજરાત સરકારે મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે વીમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (ડબ્લ્યુસીડી ગુજરાત) સ્થાપિત કર્યું છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 લાગુ કરવામાં આવી છે. આ યોજનાના કારણે સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા અને તેમના શિક્ષણમાં વધારો કરવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા અથવા પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળશે

વ્હાલી દીકરી યોજના 2024 નું ફોર્મ ક્યાં મળશે અને ક્યાં ભરવું? | વ્હાલી દીકરી યોજના ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયા | વ્હાલી દીકરી યોજના માટે આવશ્યક દસ્તાવેજો અને કોન્ટેક્ટ કરવું? | નવું વ્હાલી દીકરી યોજના એપ્લિકેશન ફોર્મ PDF ડાઉનલોડ કરો

વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024
ગુજરાતી અને અંગ્રેજી
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
https://wcd.gujarat.gov.in/
Online/Offline
લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.

Vahli Dikri Yojana 2024 નો મુખ્ય ઉદ્દેશ

વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે.

  • દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.
  • દીકરીના શિક્ષણને ઉતેજન આપવું.
  • દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  • બાળલગ્ન થતા અટકાવવા.
  • દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.

આ પોસ્ટ પણ વાંચો:- ડો.બાબા સાહેબ આંબેડકર વિદેશી દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન

લાભાર્થીની પાત્રતા | Vahli Dikri Scheme Eligibility

આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  • માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  • એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
  • માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.

વ્હાલી દિકરી યોજના મા મળવાપાત્ર રકમ નો લાભ

વ્હાલી દિકરી યોજના મા મળવાપાત્ર રકમ દિકરી ને 3 હપ્તામાં આપવમા આવશે. એમ કુલ 110000/- નો લાભ મળવાપાત્ર થશે.

1) પ્રથમ હપ્તા પેટે
-લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે પ્રથમ હપ્તા રૂ. 4000/- મળવાપાત્ર થશે.

2) બીજો હપ્તો પેટે
-લાભાર્થી દીકરીઓને ધોરણ-9 પ્રવેશ વખતે બીજો હપ્તા રૂ. 6000/- મળવાપાત્ર થશે.

3) છેલ્લા હપ્તા પેટે
-લાભાર્થી દીકરીઓની 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે છેલ્લા હપ્તા રૂ. 10000/- મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

યોજનાનુ ફોર્મ મેળવવા માટે અહિ ક્લિક કરો.

વ્હાલી દિકરી 2024 યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી | Required documents list for Vahali Dikri 2024 Scheme

  • માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
  • માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  • સ્વ-ઘોષણાનો નમૂનો
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  • લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક

વધુ માહિતી માટે official website ની મુલાકાત લો.

વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024 2 - Keyphrase

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

1. વ્હાલી દિકરી 2024 યોજના માટે જરૂરી દસ્તાવેજો જરૂરી છે?

જવાબ:

  • માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
  • માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
  • લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
  • સ્વ-ઘોષણાનો નમૂનો
  • અરજદારના રેશનકાર્ડની નકલ
  • લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક

2. વ્હાલી દિકરી યોજનાની ઓનલાઇન અરજી કરી શકાશે?

જવાબ:હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.

3. વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

જવાબ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાહલી દીકરી યોજના 2024 લાગુ કરવામાં આવી છે. આ યોજનાના કારણે સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા અને તેમના શિક્ષણમાં વધારો કરવામાં આવે છે.

Leave a Comment

You may also like

Drone Didi Scheme 2024

Drone Didi Scheme 2024

ડ્રોન દીદી યોજનાનો (Drone Didi Scheme 2024)  હેતુ ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ લખપતિ, દીદી અથવા બહેનો બનાવવાનો છે. આને સંબોધવા માટે, અમે એક નવો કાર્યક્રમ રજૂ કર્યો છે જે 15,000 મહિલા SHG સભ્યોને ડ્રોન ચલાવવા અને જાળવણી માટે તાલીમ આપશે! વડાપ્રધાને જાહેરાત કરી કે દેશભરમાં 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવામાં આવશે. રૂ.ની ફાળવણી સાથેની ક્રાંતિકારી […]

Prime Minister's Employment Generation Programme

Prime Minister’s Employment Generation Programme

ઓગસ્ટ 2008માં શરૂ કરાયેલ, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) એ ક્રેડિટ-લિંક્ડ સબસિડી યોજના છે, જેનું સંચાલન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. Prime Minister’s Employment Generation Programme (PMEGP) નો હેતુ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારો માટે બિન-ખેતી ક્ષેત્રમાં સૂક્ષ્મ સાહસોની સ્થાપના દ્વારા રોજગારીની તકો ઉભી કરવાનો છે. આ યોજનાને 15મા નાણાપંચ […]

Krushi Mahotsav

Krushi Mahotsav

Krushi Mahotsav | કૃષિ મહોત્સવ યોજના ગુજરાતની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે: સોઇલ હેલ્થ કાર્ડ: સરકાર ખેડૂતોને તેમની જમીનના પોષક તત્વોની સ્થિતિને સમજવામાં અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પગલાં ભરવામાં મદદ કરવા માટે સોઇલ હેલ્થ કાર્ડ પ્રદાન કરે છે. સબસિડીવાળા ઇનપુટ્સ: સરકાર ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઇનપુટ્સનો ઉપયોગ કરવા અને તેમની પાકની ઉપજ વધારવા માટે પ્રોત્સાહિત કરવા […]

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp