વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024 ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના નાગરિકો માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કન્યાઓ માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે. જેમાં, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે સમાવેશ થાય છે. ગુજરાત સરકારે મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે વીમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (ડબ્લ્યુસીડી ગુજરાત) સ્થાપિત કર્યું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 લાગુ કરવામાં આવી છે. આ યોજનાના કારણે સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા અને તેમના શિક્ષણમાં વધારો કરવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા અથવા પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળશે
વ્હાલી દીકરી યોજના 2024 નું ફોર્મ ક્યાં મળશે અને ક્યાં ભરવું? | વ્હાલી દીકરી યોજના ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયા | વ્હાલી દીકરી યોજના માટે આવશ્યક દસ્તાવેજો અને કોન્ટેક્ટ કરવું? | નવું વ્હાલી દીકરી યોજના એપ્લિકેશન ફોર્મ PDF ડાઉનલોડ કરો