પીએમ વિશ્વકર્મા યોજના | PM Vishwakarma Yojana

“પીએમ વિશ્વકર્મા યોજના” એ ભારતના પરંપરાગત કારીગરો અને હસ્તકલા કર્મીઓનું સમર્થન કરવા માટેની સરકારની પહેલ છે. આ યોજના તેમના કૌશલ્ય અને ઉત્પાદનક્ષમતા વધારવા માટે તાલીમ, ટેકનોલોજી, ક્રેડિટ અને બજાર સહાયમાં વ્યાપક સહાય પૂરી પાડે છે.

આ પોસ્ટ પણ વાચો: MYSY (મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના)

 

પીએમ વિશ્વકર્મા યોજના
ગુજરાતી અને અંગ્રેજી
કારીગરો વ્યાપક સહાય પૂરી પાડવી.
ભારતના પરંપરાગત કારીગરો અને હસ્તકલાકર્મી
રુ 300000/- રુપિયા સુધીની લોન, રુ 15000 સુધીની ઉપકરણ સહાય, તાલીમ અને તાલીમ સમય દરમ્યાન રુ 500/- રૂ દૈનિક ભથ્થુ.
અરજી કરવાના પગલા આ પોસ્ટ મા નીચે દર્શાવેલા છે.
Apply Now

Objective of PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજનાનો મુખ્ય ઉદ્દેશ

પીએમ વિશ્વકર્મા યોજના પરંપરાગત કારીગરોને વ્યાપક સહાય પૂરી પાડીને, તેમના કૌશલ્યમાં સુધારો કરીને અને તેમના ઉત્પાદનો માટે ઉત્તમ બજાર પ્રવેશ સુનિશ્ચિત કરશે.

  • વિશ્વકર્મા ID Card દ્વારા ઓળખ
  • કૌશલ્ય ઉન્નતીકરણ માટે તાલીમ
  • ઉપકરણ સહાય
  • સરળ અને ઓછા વ્યાજ દરે ધિરાણ
  • ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન
  • બજાર સાથે લિન્કેજ

Features of PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજનાની વિશેષતાઓ

  • કારીગરો અને હસ્તકલા કર્મીઓને વિશ્વકર્મા તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવી, જેથી તેમને વિવિધ યોજનાઓના લાભો માટે પાત્ર બનાવી શકાય.
  • તેમના કૌશલ્ય અને ક્ષમતા વધારવા માટે તાલીમ આપવી.
  • ક્ષમતા અને ઉત્પાદન ગુણવત્તા વધારવા માટે આધુનિક સાધનોની ઓફર.
  • સરળ, જામીનમુક્ત ધિરાણને પ્રોત્સાહન આપવું અને વ્યાજ સબસીડી સાથે ધિરાણની કિંમત ઘટાડવી.
  • ડિજિટલ સશક્તિકરણ માટે ડિજિટલ લેનદેનને માટે પ્રોત્સાહનો.
  • નવી વૃદ્ધિ તકો પ્રાપ્ત કરવા માટે બ્રાન્ડ પ્રમોશન અને બજાર લિન્કેજ માટે પ્લેટફોર્મ પુરુ પાડવુ.

ગુજરાત/ભારત સરકારની યોજનાઓ ની વિગતવાર માહિતી મેળવવા માટે અહિ કલીક કરો.

Main Benefits of PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજનાના મુખ્ય લાભો:

  • ઓળખ:વિશ્વકર્મા તરીકે પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ.
  • કૌશલ્ય વિકાસ માટે:
    • મૂળભૂળ તાલીમ: 5-7 દિવસ
    • વધારાની તાલીમ: 15 દિવસ
    • તાલીમ ભથ્થું: દરરોજ રૂ.500
  • ઉપકરણ પ્રોત્સાહન: રૂ.15,000ની ગ્રાન્ટ
  • ક્રેડિટ સહાય:
    • જામીનમુક્ત ઉદ્યોગ વિકાસ લોન: પ્રથમ કિશ્ત માટે રૂ 1,00,000/- (18 મહિના ભરપાઈ) અને બીજી કિશ્ત માટે રૂ 2,00,000/- (30 મહિના ભરપાઈ).
    • વ્યાજદર: લાભાર્થી પાસે 5% વ્યાજ વસૂલવામાં આવશે, 8% વ્યાજ સબસીડી MoMSME દ્વારા પૂરી પાડવામાં આવશે.
    • ક્રેડિટ ગેરંટી ફી: ભારત સરકાર દ્વારા ભરપાઈ
  • ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન: દર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર રૂ.1, મહિને 100 ટ્રાન્ઝેક્શન સુધી
  • માર્કેટિંગ સહાય: નેશનલ કમિટી ફોર માર્કેટિંગ (NCM) ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ અને પ્રોત્સાહન, ઈ-કોમર્સ લિન્કેજ, વેપાર મેળા, જાહેરખબર અને અન્ય માર્કેટિંગ પ્રવૃત્તિઓ જેવી સેવાઓ પૂરી પાડશે.

Eligibility of of PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજનાની પાત્રતા:

  • કરીગરો/હસ્તકલાકર્મીઓ: પરંપરાગત 18 વ્યવસાયો પૈકીના એકમાં કામ કરતા, અસંગઠિત ક્ષેત્રમાં સ્વરોજગારી ધરાવતા.
  • ન્યૂનત્તમ ઉંમર: નોંધણીના સમયે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર.
  • યોજના સંબંધિત વેપાર: લાભાર્થી નોંધણીની તારીખે સંબંધિત વેપારમાં રોકાયેલ હોવો જોઈએ.
  • કુટુંબ નોંધણી: કૌટુંબિક નોંધણીમાં પતિ, પત્ની અને અવિવાહિત બાળકોનો સમાવેશ થાય છે અને એક જ સભ્યને લાભ મળશે.

Exclusion of PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજનામા બાકાત

  • સમાન સરકારી યોજનાઓ હેઠળ લોન લિધેલ હોય: જેમણે સ્વ-રોજગાર/વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ-આધારિત યોજનાઓ જેવી કે PMEGP, PM SVANidhi, Mudra વગેરે  હેઠળ છેલ્લા 5 વર્ષમાં લોન લીધેલ હોય તેમને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
  • સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો:  તેમને આ લાભ મળવાપાત્ર નથી.

Eligible Trades of PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજનામાં પાત્ર વ્યવસાયો

  • લાકડાના આધારે : સથાર,નૌકાનિર્માતા
  • લોખંડ/ધાતુ/પથ્થરના આધારે: લુહાર,હથોડા અને સાધન કિટ નિર્માતા, તાળા નિર્માતા, મૂર્તિકાર, પથ્થર તોડનાર
  • સુવર્ણ/ચાંદીના આધારે: સુવર્ણકાર
  • માટીના આધારે: કુંભાર
  • ચામડાના આધારે: મોચી, પાદુકા કારીગર
  • વાસ્તુકલા/બાંધકામ: રાજમિસ્ત્રી, ક્ડીયાકામ
  • અન્ય: ટોપલી/ચટાઈ/ઝાડુ નિર્માતા, રમકડાં અને પુતળા નિર્માતા, વાળંદ, હાર નિર્માતા, ધોબી, દરજી, માછલી જાળી નિર્માતા

Documents required for PM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો

પીએમ વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી

  • આધારકાર્ડ,
  • મોબાઈલ નંબર,
  • બેંક વિગતો,
  • રેશન કાર્ડ
  • જો રેશનકાર્ડ ન હોય, તો તેણે પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ રજૂ કરવા જરૂરી રહેશે.
  •  બેંક ખાતું ન હોય, તો તેઓએ પ્રથમ બેંક ખાતું ખોલાવવું પડશે.

વધારાના દસ્તાવેજો:

  • MOMSME દ્વારા નિર્ધારિત જરૂરિયાતો અનુસાર વધારાના દસ્તાવેજો રજુ કરવાની જરૂર પડી શકે છે.

ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવુ :

Registration Process

  • આ website open કરો https://pmvishwakarma.gov.in/
  • Login>>CSC Login>>CSC-Register Artisans
  • CSC ID અને પાસવર્ડ દાખલ કરો
  • કૅપ્ચા કોડ દાખલ કરીને SIGN IN  button પર ક્લિક કરીને પેજ પર Login કરો
  • હવે તમારે પ્રથમ કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો હા અથવા ના માં આપવાના જેમ કે
    1. -શું તમારા પરિવારમાં કોઈ સરકારી સભ્ય કર્મચારી છે?
    2. -શું તમે PMEGP યોજના/ PM મુદ્રા યોજના/ PM SVANidhi યોજના અંતર્ગત પ્રથમ લાભ મેળવી શકો છો?
  • તમારી આધાર નોંધણી કરેલ મોબાઇલ નંબર અને આધાર નંબર દાખલ કરો અને Continue button પર ક્લિક કરો.
  • Verify Biometric button પર ક્લિક કરીને તમારી બાયોમેટ્રિકને વેરીફાઈ કરો.
  • Verify Biometric button પર ક્લિક કરો તે પેહલા check કરો કે Biometric Device જોડેલું છે કે નઈ.
  • Biometric Verify કરીયા પછી તમારું ફોર્મ Automatic open થઈ જશે.

Applying Process

  • અહીં પર તમારા આધારકાર્ડથી ઓટોમેટિક ડેટા ફેટ્ચ કરી ને આવી જશે જેમ કે તમારું પૂરું નામ, પિતાનું નામ, જન્મતિથિ અને તમારું જન્ડર, એડ્રેસ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર અને રાશન કાર્ડ નંબર
  • વૈવાહિક સ્થિતિ અને સોશિયલ કેટેગરી પસંદ કરો
  • દિવ્યાંગતા ની સ્થિતિ પસંદ કરો હા અથવા ના મા
  • જો તમારો વ્યવસાય અને નિવાસ સ્થાનનું રાજ્ય એક જ છે તો હા પર ક્લિક કરો
  • જો તમારો વ્યવસાય સમાન રાજ્યની સાથે સમાન જનપદ મા છે તો હા પર ક્લિક કરો
  • જો તમે લઘુમતી શ્રેણીમાંથી આવો છો તો હા નો વિકલ્પ પસંદ કરો અને તેનો પ્રકાર પણ પસંદ કરો
  • તમારી પેન કાર્ડ સંખ્યા દાખલ કરો(અનિવાર્ય નથી)
  • જો તમારું રાશન કાર્ડ બનાવ્યું હોય તો ઓટોમેટિક પરિવાર ના બધાના નામ આવી જશે અન્ય નવા સભ્ય નો ઉમેરો કરવા માટે “Add New Member” button પર ક્લિક કરો
  • જો તમારું સરનામું ગ્રામીણ એરિયા મા આવે છે તો તમે હા પર ક્લિક કરો
  • તમારો બ્લોક અને ગ્રામ પંચાયતનું નામ પસંદ કરો
PM Vishwakarma Yojana

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

1. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શું છે?

જવાબ: પીએમ વિશ્વકર્મા એ એક કેન્દ્રીય યોજના છે જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કારીગરોને કોલેટરલ ફ્રી ક્રેડિટ, કૌશલ્ય પ્રશિક્ષણ, આધુનિક સાધનો, ડિજિટલ વ્યવહારો અને બજાર માટે પ્રોત્સાહન દ્વારા સર્વગ્રાહી તમામ આધાર પુરા પાડવા માટે શરૂ કરવામાં આવી છે.

2. યોજનાના લાભાર્થી કોણ છે?

જવાબ:હસ્તકલા કર્મીઓ અને પરંપરાગત કારીગરો કે જેઓ માર્ગદર્શિકામાં ઉલ્લેખિત 18 વેપારમાં રોકાયેલા છે.

3. યોજનામાં પાત્ર વ્યવસાયો કયા કયા છે?

જવાબ: સુથાર, હોડી બનાવનાર, બખ્તર બનાવનાર, લુહાર, હથોડી અને ટૂલ કીટ બનાવનાર, તાળા બનાવનાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકાર (મૂર્તિકાર)/ પથ્થર કોતરનાર / પથ્થર તોડનાર, મોચી/જૂતા બનાવનાર/ફૂટવેર કારીગર, કડીયાકામ કરનાર, રાજમિસ્ત્રી, બાસ્કેટ મેકર/ચટાઈ બનાવનાર, ડોલ એન્ડ ટોય મેકર (પરંપરાગત), વાળંદ (નાઈ), માળા બનાવનાર, ધોબી, દરજી અને ફિશિંગ નેટ મેકર

4. PM વિશ્વકર્માના મુખ્ય લાભો શું છે?

જવાબ: વિશ્વકર્મા ID Card દ્વારા ઓળખ, કૌશલ્ય ઉન્નતીકરણ માટે તાલીમ, ઉપકરણ સહાય, સરળ અને ઓછા વ્યાજ દરે ધિરાણ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન, બજાર સાથે લિન્કેજ વગેરે

5. યોજનાના પાત્રતા માપદંડ શું છે?

જવાબ:

  • પરંપરાગત 18 વ્યવસાયો પૈકીના એકમાં કામ કરતા હોય અને અસંગઠિત ક્ષેત્રમાં સ્વરોજગારી ધરાવતા.
  • નોંધણીના સમયે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર.
  • લાભાર્થી નોંધણીની તારીખે સંબંધિત વેપારમાં રોકાયેલ હોવો જોઈએ.
  • તેણે સ્વ-રોજગાર/વ્યવસાય વિકાસ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ-આધારિત યોજનાઓ જેવી કે PMEGP, PM SVANidhi, Mudra,વગેરે હેઠળ છેલ્લા 5 વર્ષમાં લોન લીધી ન હોય
  • કૌટુંબિક નોંધણીમાં પતિ, પત્ની અને અવિવાહિત બાળકોનો સમાવેશ થાય છે અને એક જ સભ્યને લાભ મળશે.
  • સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આ લાભ મળવાપાત્ર નથી

6. યોજના હેઠળ લાભો કેવી રીતે મેળવવો?

જવાબ: યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ www.pmvishwakarma.gov.in પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.

7. યોજના હેઠળ પ્રારંભિક લોનની રકમ કેટલી છે?

જવાબ: પ્રારંભિક લોન 1,00,000/- રૂ 18 મહિનાનો ભરપાઈ સમયગાળા સાથે મળશે.

8. મેં પહેલાથી જ પીએમ વિશ્વકર્મા હેઠળ લોનનો પ્રથમ હપ્તો મેળવ્યો છે તો હું લોનના બીજા તબક્કા માટે ક્યારે પાત્ર બનીશ?.

જવાબ: રૂ. 2,00,000/-સુધીની બીજી લોન એવા કુશળ લાભાર્થીઓને ઉપલબ્ધ થશે જેમણે પ્રમાણભૂત લોન ખાતું જાળવી રાખ્યું છે અને તેમના વ્યવસાયમાં ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા અદ્યતન કૌશલ્ય તાલીમ લીધી છે.

9. યોજના હેઠળ મળેલ લોનનો વ્યાજદર કેટલો છે?

જવાબ: લાભાર્થી પાસે ફક્ત 5% વ્યાજ વસૂલવામાં આવશે અને 8% વ્યાજ સબસીડી MoMSME દ્વારા પૂરી પાડવામાં આવશે.

Leave a Comment

You may also like

Drone Didi Scheme 2024

Drone Didi Scheme 2024

ડ્રોન દીદી યોજનાનો (Drone Didi Scheme 2024)  હેતુ ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ લખપતિ, દીદી અથવા બહેનો બનાવવાનો છે. આને સંબોધવા માટે, અમે એક નવો કાર્યક્રમ રજૂ કર્યો છે જે 15,000 મહિલા SHG સભ્યોને ડ્રોન ચલાવવા અને જાળવણી માટે તાલીમ આપશે! વડાપ્રધાને જાહેરાત કરી કે દેશભરમાં 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવામાં આવશે. રૂ.ની ફાળવણી સાથેની ક્રાંતિકારી […]

Prime Minister's Employment Generation Programme

Prime Minister’s Employment Generation Programme

ઓગસ્ટ 2008માં શરૂ કરાયેલ, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) એ ક્રેડિટ-લિંક્ડ સબસિડી યોજના છે, જેનું સંચાલન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. Prime Minister’s Employment Generation Programme (PMEGP) નો હેતુ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારો માટે બિન-ખેતી ક્ષેત્રમાં સૂક્ષ્મ સાહસોની સ્થાપના દ્વારા રોજગારીની તકો ઉભી કરવાનો છે. આ યોજનાને 15મા નાણાપંચ […]

Krushi Mahotsav

Krushi Mahotsav

Krushi Mahotsav | કૃષિ મહોત્સવ યોજના ગુજરાતની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે: સોઇલ હેલ્થ કાર્ડ: સરકાર ખેડૂતોને તેમની જમીનના પોષક તત્વોની સ્થિતિને સમજવામાં અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પગલાં ભરવામાં મદદ કરવા માટે સોઇલ હેલ્થ કાર્ડ પ્રદાન કરે છે. સબસિડીવાળા ઇનપુટ્સ: સરકાર ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઇનપુટ્સનો ઉપયોગ કરવા અને તેમની પાકની ઉપજ વધારવા માટે પ્રોત્સાહિત કરવા […]

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp