1. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શું છે?
જવાબ: પીએમ વિશ્વકર્મા એ એક કેન્દ્રીય યોજના છે જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કારીગરોને કોલેટરલ ફ્રી ક્રેડિટ, કૌશલ્ય પ્રશિક્ષણ, આધુનિક સાધનો, ડિજિટલ વ્યવહારો અને બજાર માટે પ્રોત્સાહન દ્વારા સર્વગ્રાહી તમામ આધાર પુરા પાડવા માટે શરૂ કરવામાં આવી છે.
2. યોજનાના લાભાર્થી કોણ છે?
જવાબ:હસ્તકલા કર્મીઓ અને પરંપરાગત કારીગરો કે જેઓ માર્ગદર્શિકામાં ઉલ્લેખિત 18 વેપારમાં રોકાયેલા છે.
3. યોજનામાં પાત્ર વ્યવસાયો કયા કયા છે?
જવાબ: સુથાર, હોડી બનાવનાર, બખ્તર બનાવનાર, લુહાર, હથોડી અને ટૂલ કીટ બનાવનાર, તાળા બનાવનાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકાર (મૂર્તિકાર)/ પથ્થર કોતરનાર / પથ્થર તોડનાર, મોચી/જૂતા બનાવનાર/ફૂટવેર કારીગર, કડીયાકામ કરનાર, રાજમિસ્ત્રી, બાસ્કેટ મેકર/ચટાઈ બનાવનાર, ડોલ એન્ડ ટોય મેકર (પરંપરાગત), વાળંદ (નાઈ), માળા બનાવનાર, ધોબી, દરજી અને ફિશિંગ નેટ મેકર
4. PM વિશ્વકર્માના મુખ્ય લાભો શું છે?
જવાબ: વિશ્વકર્મા ID Card દ્વારા ઓળખ, કૌશલ્ય ઉન્નતીકરણ માટે તાલીમ, ઉપકરણ સહાય, સરળ અને ઓછા વ્યાજ દરે ધિરાણ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન, બજાર સાથે લિન્કેજ વગેરે
6. યોજના હેઠળ લાભો કેવી રીતે મેળવવો?
જવાબ: યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ www.pmvishwakarma.gov.in પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.
7. યોજના હેઠળ પ્રારંભિક લોનની રકમ કેટલી છે?
જવાબ: પ્રારંભિક લોન 1,00,000/- રૂ 18 મહિનાનો ભરપાઈ સમયગાળા સાથે મળશે.
8. મેં પહેલાથી જ પીએમ વિશ્વકર્મા હેઠળ લોનનો પ્રથમ હપ્તો મેળવ્યો છે તો હું લોનના બીજા તબક્કા માટે ક્યારે પાત્ર બનીશ?.
જવાબ: રૂ. 2,00,000/-સુધીની બીજી લોન એવા કુશળ લાભાર્થીઓને ઉપલબ્ધ થશે જેમણે પ્રમાણભૂત લોન ખાતું જાળવી રાખ્યું છે અને તેમના વ્યવસાયમાં ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા અદ્યતન કૌશલ્ય તાલીમ લીધી છે.
9. યોજના હેઠળ મળેલ લોનનો વ્યાજદર કેટલો છે?
જવાબ: લાભાર્થી પાસે ફક્ત 5% વ્યાજ વસૂલવામાં આવશે અને 8% વ્યાજ સબસીડી MoMSME દ્વારા પૂરી પાડવામાં આવશે.