નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના | Namo Saraswati Vigyan Sadhana Yojana

વિજ્ઞાન પ્રવાહમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા, ગુજરાત સરકારે ‘નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના’ રજૂ કરી છે

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના
ગુજરાતી અને અંગ્રેજી
https://gujarat-education.gov.in/education/Portal/News/529_1_5073_CHHBranch12032024.pdf
વિજ્ઞાન પ્રવાહમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા
ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી વિધાર્થીઓને
વિધાર્થીઓને કુલરૂ. 25,000/- ની સહાય ની સહાય મળવાપાત્ર થાય
અરજી કરવાના પગલા આ પોસ્ટ મા નીચે દર્શાવેલા છે.

Objective of Namo Saraswati Vigyan Sadhana Yojana | નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાનો મુખ્ય ઉદ્દેશ

એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વને ધ્યાનમાં રાખીને, ગુજરાતના ઔદ્યોગિક વિકાસને આગળ વધારવા, વિજ્ઞાનલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. રાજ્યમાં એડવાન્સ મેન્યુફેક્ચરીંગ, ડીજીટલ ટેક્નોલોજી, બાયો ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ, સેમી કન્ડક્ટર જેવી ન્યુ એજ ઇન્ડસ્ટ્રીઝની વૃદ્ધિ સાથે, વિજ્ઞાન પ્રવાહના અને તકનીકી કૌશલ્ય ધરાવતા યુવાઓ માટે નિરંતર તકો ઉભી થઇ રહી છે.જેમા વિજ્ઞાન પ્રવાહમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા, ગુજરાત સરકારે ‘નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના’ રજૂ કરી છે.

કન્યાઓ માટેની નમો લક્ષ્મી યોજના માટે 50,000/- ની સહાય આપતી ગુજરાત સરકારની યોજના અંગે માહીતી મેળવવા માટે અહિ ક્લીક કરવું.

Features of Namo Saraswati Vigyan Sadhana Yojana | નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની વિશેષતાઓ

મળવાપાત્ર કુલ રૂ. 25,૦૦૦/- ની સહાયની વિગતો નીચે મુજબ છે:

રૂ. 1000/- દર મહિને ધોરણ ૧૧(વિજ્ઞાન પ્રવાહ)માં  ૧૦ માસ માટે (કુલ સહાય 10,000/-)
રૂ. 1000/- દર મહિને ધોરણ ૧૨(વિજ્ઞાન પ્રવાહ)માં ૧૦ માસ માટે (કુલ સહાય 20,000/-)
રૂ. 5,000/- ધોરણ ૧૨(વિજ્ઞાન પ્રવાહ) ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ (કુલ સહાય 25,000/-)

નોંધ: સહાય મળવા પાત્ર વિદ્યાર્થીઓની દરેક મહિનાની હાજરી સરેરાશ ૮૦% હોવી જોઈએ

 

કન્યાઓ માટેની નમો લક્ષ્મી યોજના માટે 50,000/- ની સહાય આપતી ગુજરાત સરકારની યોજના અંગે માહીતી મેળવવા માટે અહિ ક્લીક કરવું.

Main Benefits of Namo Saraswati Vigyan Sadhana Yojana | નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાના મુખ્ય લાભો:

 • 1. કોઈ પ્રોસેસિંગ ફી નથી: આ યોજના લોન અરજી માટે કોઈ પ્રોસેસિંગ ફી વસૂલતી નથી.
 • 2. રિપીટર વિદ્યાર્થિની: તેઓને પાત્રતા હેઠળ સહાય મળતી રહેશે.
 • 3.અન્ય સ્કોલરશિપ: આ યોજના અન્વયે મેળવેલી સહાય સરકારની અન્ય સ્કોલરશિપ સાથે વધારાના લાભ તરીકે મળશે.
 • 4. દરેક મહિને મળશે સહાય: DBT દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક મહિનાની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં માતાના બેન્ક ખાતામાં રકમ જમા થશે, જે કિસ્સામાં માતા હયાત ન હોય તો રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા થશે.
 • 5. પ્રાઈવેટ શાળામાં ભણતા વિધાર્થીઓ માટે આવક મર્યાદા 6 લાખ: જે વિદ્યાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોય તેમને પણ આ લાભ મળી શકશે.

Eligibility of of Namo Saraswati Vigyan Sadhana Yojana | નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની પાત્રતા:

 • ગુજરાત બોર્ડ (GSHSEB) અથવા સેંટ્રલ બોર્ડ(CBSE)  દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ધોરણ 11 અને 12 (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરે છે.
 •  પાત્રતા:
  • રાજ્યની સરકારી અથવા અનુદાનિત શાળાઓમાંથી ધોરણ-૯ અને ૧૦ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ જેમણે ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ સાથે પૂર્ણ કરેલ હોય અથવા
  • જે વિદ્યાર્થિઓએ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલ હોય અથવા
  • માન્ય સ્વનિર્ભર શાળાઓમાંથી ધોરણ-૯ અને ૧૦ પૈકી કોઈ એક ધોરણનો અભ્યાસ કરનાર જે વિદ્યાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોય.

Exclusion of Namo Saraswati Vigyan Sadhana Yojana | નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનામા બાકાત

 • જે વિદ્યાર્થી માન્ય સ્વનિર્ભર શાળાઓમાંથી શાળામાં ભણતા હોય અને કુટુંબની વાર્ષિક આવક રૂ.૬ લાખથી વધુ હોય.
 • જે વિદ્યાર્થિનીઓની ગુજરાત બોર્ડ (GSHSEB) અથવા CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓ સિવાયની શાળામાં ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કર્યો હોય, અથવા ધોરણ 11 કે 12 મા અભ્યાસ કરતા હોય તેમને લાભ મળશે નહીં.

Application Process of Namo Saraswati Vigyan Sadhana Yojana | નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની અરજી પ્રક્રિયા

 • આ યોજનાનું અમલીકરણ શાળાઓના નિયામક દ્વારા થશે.
 • સત્રના પ્રથમ મહિના દરમ્યાન ચકાસણી બાદ જમા કરાવાશે.
 • સહાય મળવા પાત્ર વિદ્યાર્થીઓની દરેક મહિનાની હાજરી સરેરાશ ૮૦% હોવી જોઈએ
 • DBT દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક મહિનાની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં માતાના બેન્ક ખાતામાં રકમ જમા થશે, જે કિસ્સામાં માતા હયાત ન હોય તો રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા થશે.
 • શાળાઓએ CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં વિદ્યાર્થીઓની નોંધણી કરવી પડશે.
 • અધવચ્ચે શાળા છોડી દેવા પર સહાય બંધ.
 • બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી સહાય મળીશે.
 • આ યોજના અન્વયે મેળવેલી સહાય સરકારની અન્ય સ્કોલરશિપ સાથે વધારાના લાભ તરીકે મળશે.

Documents required for Namo Saraswati Vigyan Sadhana Yojana | નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના માટે જરૂરી દસ્તાવેજો

જરૂરી દસ્તાવેજોની યાદી

 • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
 • વિધાર્થીની માતાનું આધાર કાર્ડ
 • જન્મનું પ્રમાણપત્ર
 • શાળા બોનાફાઇડ પ્રમાણપત્ર
 • વિધાર્થીની માતાની બેંક પાસબુક
 • માતા હયાત ના હોય તો તેવા કિસ્સામાં વિધાર્થીની બેંક પાસબુક
 • જે વિધાર્થીઓ ધોરણ 9 અથવા 10 માં  ખાનગી શાળામા અભ્યાસ કરતા હોય તો ૬ લાખથી ઓછી આવકનો દાખલો
Namo Saraswati Vigyan Sadhana Yojana

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ

1. "નમો સરસ્વતી વિજ્ઞાનસાધના" શુ છે?

જવાબ: વિજ્ઞાન પ્રવાહમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા, ગુજરાત સરકારે ‘નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના’ રજૂ કરી છે

2. શું આ યોજના તમામ વિધાર્થીઓ માટે ખુલ્લી છે?

જવાબ: આ યોજના છોકરાઓ માટે છે, છોકરીઓ માટે ગુજરાત સરકાર નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના હેઠળ 11-12 ધોરણમાં 25,000 રૂ સહાય આપે છે. જેની માહિતી મેળવવા અહિ ક્લીક કરવુ.

3. સહાય મળવા પાત્ર વિદ્યાર્થીનીઓ માટેની મુખ્ય શરતો કઈ છે?

જવાબ: જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડમાં 50 % માર્ક સાથે પાસ કરેલ હોવો જોઇએ

અને

રાજ્યની સરકારી અથવા

અનુદાનિત પ્રાથમિક શાળામાં  અથવા

જે વિદ્યાર્થિનીઓએ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલ હોય અથવા

જે વિદ્યાર્થીએ ધોરણ 10 સુધી ખાનગી શાળામા અભ્યાસ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોય.

અને  સહાય મળવા પાત્ર વિદ્યાર્થીનીઓની દરેક મહિનાની હાજરી સરેરાશ ૮૦% હોવી જોઈએ

4. શુ રિપીટર વિદ્યાર્થિનીને આ યોજનાનો લાભ મળશે?

જવાબ:  હા, પાત્રતા ધરાવતા રિપીટર વિદ્યાર્થીને આ યોજના હેઠળ સહાય મળશે.

5. સહાય મળવા પાત્ર વિદ્યાર્થીઓને રૂપિયા કેવી રીતે મળશે?

જવાબ: DBT દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક મહિનાની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં માતાના બેન્ક ખાતામાં રકમ જમા થશે, જે કિસ્સામાં માતા હયાત ન હોય તો રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા થશે.

6. આ યોજનાનુ અમલીકરણ કઈ રીતે થશે?

જવાબ: આ યોજનાનું અમલીકરણ શાળાઓના નિયામક દ્વારા થશે. શાળાઓએ CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થીઓની નોંધણી કરવી પડશે.

7. અન્ય કોઇ સ્કોલરશીપ/શિષ્યવ્રુત્તિ સાથે આ યોજનાનો લાભ મળશે?

જવાબ:હા, આ યોજના અન્વયે મેળવેલી સહાય સરકારની અન્ય સ્કોલરશિપ સાથે વધારાના લાભ તરીકે મળશે.

8. આ યોજના માટે અરજી કરવા માટે જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કેટલી છે?

જવાબ:આ યોજના માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થિનીએ ઓછામાં ઓછું 10 મું ધોરણ 50% માર્ક સાથે પાસ કર્યું હોવું જોઈએ.

9. શું આ યોજના તમામ વિધાર્થીઓ માટે ખુલ્લી છે?

જવાબ: આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓ 2 વર્ષ દરમ્યાન કુલ 25000/-ની સહાય મળશે.

Leave a Comment

You may also like

DEGREE-DIPLOMA SCHOLARSHIP

AICTE – YASHASVI for DEGREE-DIPLOMA SCHOLARSHIP

DEGREE-DIPLOMA SCHOLARSHIP માટે AICTE દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને યુજી સ્તરે મુખ્ય શાખાઓમાં ઈજનેરી શિક્ષણને અનુસરીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2024 દરમ્યાન યશસ્વી (YASHASVI-YOUNG ACHIEVERS’ SCHOLARSIP AND HOLISTIC ACADEMIC SKILLS VENTURE INITIATIVE) યોજના ચાલુ કરવામાં આવેલ છે. જેમાં ઈજનેરી શાખા જેવી કે સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ ઇજનેરી વગેરેમાં એડમીશન લેતા વિધાર્થીઓને લાભ મળશે. આ […]

Mukhyamantri paak sangrah

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના

મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધરાવતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે,પાક સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. તેથી આ પાક ઉત્પાદનને બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહ થાય તે હેતુથી રાજ્યના ખેડોતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના સને ૨૦૨૦-૨૧થી શરૂ કરવામાં આવેલ છે. આ પોસ્ટ પણ વાચો: પ્રધાનમંત્રી […]

INSPIRE Faculty Fellowship

INSPIRE Faculty Fellowship | INSPIRE ફેકલ્ટી ફેલોશીપ

INSPIRE Faculty Fellowship યોજના ભારતીય યુવાન સંશોધકોને અનોખી તક પૂરી પાડે છે, જે તેમના સ્વતંત્ર સંશોધન કારકિર્દીમાં મોટો ફાયદો કરે છે. આ યોજના 27 થી 32 વર્ષની વયના પીએચ.ડી. પાત્ર વિજ્ઞાનીઓને પાંચ વર્ષ સુધી દર મહિને રૂ. 1,25,000 ની ફેલોશિપ આપે છે, સાથે જ દર વર્ષે રૂ. 7,00,000 નો સંશોધન ગ્રાન્ટ આપે છે. મુખ્ય લાભ […]

WhatsApp ગ્રૂપમાં જોડાવો! whatsApp