શિક્ષણલોન સબસિડી યોજના ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વ્યાજ મુક્ત શૈક્ષણિક લોન મળે તે માટે છે. ઘણા વિદ્યાર્થીઓના વાલીની આવક ઓછી હોવાને કારણે વિદ્યાર્થી પોતાના મનપસંદ અભ્યસક્રમમાં પ્રવેશ મેળવવામાં ખચકાટ અનુભવે છે અને પોતાની કારકિર્દીને યોગ્ય દિશા આપવાથી વંચિત રહી જાય છે. જેથી આવા વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયની જરૂર પડે છે. જેથી રાજ્ય સરકારે કોઈપણ વિદ્યાર્થી આર્થિક રીતે નબળો હોવાના કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહેવો જોઈએ નહિ તેવા આશયથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવા માટે વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ/યોજનાઓ અમલમાં મુકી છે.
જે પૈકી એક યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) જે હાલમાં ચાલુ જ છે અને આ ઉપરાંત ચાલુ વર્ષે રાજ્ય સરકારે એજ્યુકેશન લોનની યોજના બનાવી વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ લોન પર મોરેટોરિયમ પિરીયડ(અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ષ વધુ)સુધી વ્યાજ સબસીડીરૂપે આપીને આર્થિક સહાય કરવાની યોજનાને મંજૂરી આપી છે