Education Loan for Unreserved category | બિનઅનામત વર્ગ માટેની શૈક્ષણિક લોન યોજનાની વિગતો રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આયુર્વેદિક, હોમીયોપેથી, ફિઝિયોથેરાપી, વેટરનરી વગેરે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો અને નર્સિંગ (સ્નાતક કક્ષા)ના અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય), સમગ્ર અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા રૂ. 10 લાખ, તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન 4% સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.
Education Loan-Unreserved category | બિનઅનામત વર્ગ-શૈક્ષણિક લોન
બિનઅનામત વર્ગ-શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Education Loan for unreserved category | |
ગુજરાતી અને અંગ્રેજી | |
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચતર અભ્યાસ કરવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે. | |
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે | |
વિદ્યાર્થીઓને કુલ 10,00,000/- ની લોન મળવાપાત્ર થાય | |
અરજી કરવાના steps આ પોસ્ટ મા નીચે દર્શાવેલા છે. |
બિનઅનામત વર્ગ-શૈક્ષણિક લોન યોજનાના મુખ્ય લાભો | Main benefits of education loan for unreserved scheme
- Education Loan-Unreserved category | બિનઅનામત વર્ગ-શૈક્ષણિક લોન યોજનામાં રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ઉપરાંત રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય/કેંદ્રશાશિત પ્રદેશોમાં અભ્યાસ કરતા તબીબી સ્નાતક, તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક (IIM, IIT, NID, NIFT, IRMA, TISS) માટે પણ લોન આપવાની રહેશે.જેમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન યોજના હેઠળ, પાત્ર વિદ્યાર્થીઓને 4%ના વ્યાજ દરે ₹10 લાખની લોન આપવામાં આવે છે.
લાભાર્થીની લાયકાતના ધોરણો | Eligibility for this Education Loan
- અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.
- રાજ્યની શૈક્ષણિક લોન યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કે તેથી ઓછી રહેશે.
- ગુજરાત રાજ્યની કોઇપણ શાળામાંથી ધો. 12માં 60% કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
- અભ્યાસક્રમને સંબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર રહેશે.
- અરજદાર ગુજરાતના હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ.
- સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે.
- વિધવા અને અનાથ લાભાર્થીને અગ્રીમતા આપવાની રહેશે.
- અભ્યાસ છોડનારા કે નિશ્ચિત સમય મર્યાદામાં ડિગ્રી ન મેળવનારની લોન એક સાથે વસુલ કરાશે અને વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહીં.
જો તમે આ લોન ના વ્યાજ માટે સબસીડી મેળવવા માગંંતા હોવ તો આ પોસ્ટ પણ વાચો:શિક્ષણલોન પર સબસિડી | Interest Subsidy on Education Loan
લોન માટેનાં જામીન/દસ્તાવેજ | Collateral for Loan
- સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ 7.5 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે, ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલ્કત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
- સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ 7.5 લાખ કરતાં વધુ હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
- દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી | Repayment of Education Loan
- રૂ. 5 લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પૂરું કર્યાના 1 વર્ષ બાદ 5 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
- રૂ. 5 લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પૂરું કર્યાના 1 વર્ષ બાદ 6 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
- ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
- લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકશે.
મહત્વના ધ્યાને રાખવાના મુદ્દા | Key points to keep in mind
- અભ્યાસ છોડનારા કે નિશ્ચિત સમય મર્યાદામાં ડિગ્રી ન મેળવનારની લોન એક સાથે વસુલ કરાશે અને વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહીં.
- વિધવા અને અનાથ લાભાર્થીને અગ્રીમતા આપવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો | Required Documents
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બિલ/લાયસન્સ/ભાડા કરાર)
- જાતિ પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો
- શાળા/કોલાજ છોડવાનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક/રદ કરેલ ચેકની પ્રથમ પાનાની નકલ (અરજદારના નામે)
- જરૂરિયાત મુજબ અન્ય કોઈપણ દસ્તાવેજો
વધુ માહિતી માટે અહિ ક્લિક કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQ
1. આ યોજના હેઠળ અને કયા વ્યાજ દરે લોનની રકમ આપવામાં આવે છે?
જવાબ: પાત્ર વિદ્યાર્થીઓ 4%ના વ્યાજ દરે ₹10 લાખની લોન મેળવી શકે છે.
2. લોન કયા ખર્ચને આવરી લે છે?
જવાબ:આ લોન સ્નાતક અભ્યાસક્રમો માટેના ટ્યુશન ફીના ખર્ચને આવરી લે છે.
3. આ લોન માટે કોણ અરજી કરવા પાત્ર છે?
જવાબ: અરજદારો ગુજરાતના વતની હોવા જોઈએ અને રાજ્યની બિન અનામત વર્ગના હોવા જોઈએ.
4. શું લોન પાત્રતા માટે કોઈ ચોક્કસ શૈક્ષણિક લાયકાત જરૂરી છે?
જવાબ:હા, ધો-12 માં 60% કે તેથી વધુ માર્કસ મેળવનારાઓને સ્નાતક અભ્યાસક્રમો માટે લોન ઉપલબ્ધ છે.
5. શું 12મા ધોરણ પછી દેશના તમામ મેડીકલ, ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સ માટે લોન મેળવી શકાય છે?
જવાબ:હા, 12મા ધોરણ પછી દેશના તમામ મેડીકલ, ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સ માટે લોન ઉપલબ્ધ છે
6. શું લોન મેળવી શકે તેવા પરિવારના સભ્યોની સંખ્યાની કોઈ મર્યાદા છે?
જવાબ:એક જ પરિવારમાંથી વધુમાં વધુ બે વ્યક્તિઓને લોન આપી શકાય છે.
7. શું લોન પાત્રતા માટે કોઈ આવક મર્યાદા છે?
જવાબ: હા, રાજ્યની શૈક્ષણિક લોન યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કે તેથી ઓછી રહેશે.
8. સંસ્થાની માન્યતા અને અન્ય સંબંધિત જરૂરિયાતો શું છે?
જવાબ: અભ્યાસક્રમના સંબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર રહેશે. સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે.
9. લોનની ચુકવણી ક્યારે શરૂ થાય છે અને ચુકવણીનો સમયગાળો શું છે?
જવાબ:લોનની ચુકવણી વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ થયાના 1 વર્ષ બાદ શરૂ થાય છે. જો લોન રૂ. 5 લાખ સુધીની હોય તો તે 5 વર્ષની અંદર પૂર્ણ કરવાની રહેશે અને રૂ. 5 લાખથી વધુની હોય તો 6 વર્ષની અંદર પૂર્ણ કરવાની રહેશે.
10. પાત્ર અરજદારો લોન માટે કેવી રીતે અરજી કરી શકે?
પાત્ર અરજદારો અહિયા ક્લીક કરીને અરજી કરી શકે છે.